ધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાં
ખયાલોમાં બહાર બનીને પ્રભુ, હૈયામાં તમે તો પધાર્યા
કયા કારણથી લઈ વિદાય, હૈયાને વેરાન કરી ગયા
મહેનત કરી કરી, કરી ભાવોની મૂડી તો ભેગી જીવનમાં
ઠેસ મારીને પ્રભુ, પાછા દૂર ને દૂર ક્યાં તમે ચાલ્યા ગયા
જાગ્યું કિરણ આશાનું હૈયામાં, અસ્ત એને શાને કરી ગયા
છોડીને ધડકતું હૈયું, નજદીક આવવાને બદલે દૂર ક્યાં ચાલી ગયા
એક ક્ષણનું ચેન આપી, તમે બેચેની શાને વધારી ગયા
ગમી ના શું હાજરી અમારી, આવી ના મજા અમારા આવાસમાં
શાને કારણ બતાવ્યા વિના, છોડી અમને ચાલ્યા ગયા
હતી આવકારમાં અમારી શું, કમી તમે પલકમાં ખોવાઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)