દુર્ગુણોએ જીવનમાં રણશિંગાં જ્યાં ફૂંક્યાં, રણસંગ્રામનાં મંડાણ મંડાઈ ગયાં
સંગ્રામમાં કોણ પોતાના ને કોણ પારકા, મંડાણ ગણતરીનાં એનાં મંડાયાં
ઉમંગ સાથે ઊતર્યા જગમાં, ચાહીએ જીવનમાં, પડીએ ના ખોટા ગણતરીમાં
નથી જીવનમાં કોઈ સાચા, કોઈ ખોટા, સમજણનાં દ્વાર જ્યાં ભુલાઈ ગયાં
તંગદિલી સરજાઈ જીવનમાં એમાં, દિલ તંગ તો એમાં તો બની ગયા
કર્યાં ભ્રમિત એણે એવા જીવનમાં, ભ્રમિત જીવનમાં એમાં તો બની ગયા
જોરે જોરે તો એના જીવનમાં, જીવનમાં ઉત્પાત મચાવતા એ તો રહ્યા
કર્યાં ના દૂર એને જીવનમાં, જ્યાં પતનનો માર્ગ ખુલ્લો એ કરતા રહ્યા
પાળ્યા પોષ્યા જીવનમાં એને જ્યાં, જીવનમાં અશાંતિ એ તો સરજી ગયા
વખોડી વખોડી દુર્ગુણોને જીવનમાં, સહુ એમાં ને એમાં તો ડૂબી રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)