મીઠાશમાં બે કણ ખટાશની જ્યાં ભળી જાય, મજા મીઠાશની મરી જાય
સુખના સાગરમાં બે બુંદ દુઃખનાં ભળી જાય, મજા સુખની મરી જાય
સ્વર્ગના સપનામાં જ્યાં, કડવી યાદ જાગી જાય, મજા સ્વર્ગની મરી જાય
પ્રેમના સંબંધમાં જ્યાં કડવા શબ્દો ભળી જાય, મજા પ્રેમની મરી જાય
મીઠા દૂધપાકમાં બે કણ મીઠાના ભળી જાય, મજા દૂધપાકની મરી જાય
વિશ્વાસની સુગંધમાં શંકાની ફોરમ ફૂટી જાય, મજા વિશ્વાસની મરી જાય
પીરસતા મહેકતા ભોજનમાં, શંકાની ફોરમ ફૂટી જાય, મજા ભોજનની મરી જાય
સરળ રસ્તા પર કાંટા-કાંકરા જ્યાં પથરાઈ જાય, મજા ચાલવાની મરી જાય
મીઠાશ મધની બેઠા મ્હાલવા, બે ટીપાં ઝેર ભળી જાય, મજા મધની મરી જાય
કરતા હોઈએ વાત રસથી, શ્રોતા ઝોકાં ખાતા દેખાય, મજા વાત કહેવાની મરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)