આવ્યો હતો માંગવા પ્રભુ, તારી પાસે તો શાંતિ
હતી શાંતિની જરૂરત તને વધુ, દીધું અશાંત હૈયું મારું બનાવી
કૂડકપટમાં જીવનભર જીવનમાં, રહ્યા અમે તો રાચી
મન અમારું કૂડકપટમાં ડુબાડી, શાને ચાલ આવી તો ચાલી
ભટકી ભટકી જીવનમાં ખૂબ ભટક્યા, મળી ના ક્યાંય શાંતિ
આવ્યો ત્યારે દ્વારે તો તારા, જીવનમાં પામવા તો શાંતિ
આવ્યો વિચાર મનમાં, અનેક બોજા નીચે, હશે મળતી તને ક્યાંથી શાંતિ
દબાયો છું જીવનના બોજા નીચે, થઈ ગઈ છે નષ્ટ એમાં શાંતિ
રહી શકે છે જ્યાં શાંત તું, દેજે એવી શાંતિનું બિંદુ તો પાઈ
છે હૈયામાં એવી તો ઝંખના, મળે ચરણમાં તારાં અગાધ શાંતિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)