અંતર પાડયું તમે રે શાને (2)
પાડી અલગ અમને, ગણી અલગ અમને, માર્યા અલગતાના ધક્કા અમને શાને
ધૂણી શંકાના ભૂતમાં, ગણ્યા ને રાખ્યા, અલગ અમને તો શાને
રહ્યા હતા પાડતા ડગલાં સાથે ને સાથે, ભર્યાં ડગલાં અલગ તમે શાને
મળ્યો ના તાળો જીવનમાં અલગતાનો, કાઢયો સૂર અલગતાનો હવે તો શાને
હતી ધડકન એક દેતા હતા તાલ સાથે, માર્યા ધક્કા એને તો શાને
દુઃખી થાય એક, પાડે આંસુ બંને, પાડી જુદી ધારા એની તો શાને
કાપ્યા રસ્તા જીવનના સાથે, રહ્યા જીવનમાં સાથે ધકેલ્યા જુદા હવે શાને
હતાં ના હૈયામાં વેર, હતાં ના કાયમી વેર, અલગતાનાં પીવરાવ્યાં ઝેર શાને
ઉમંગભર્યાં હૈયે રહ્યા સાથે, વધ્યા જીવનમાં સાથે, અલગતાના સૂરો કાઢયા શાને
ડંખ હતા ના હૈયામાં કદી, આવી એવી કઈ ઘડી, ડંખ્યાં હૈયાં હવે તો શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)