પ્રેમનીતરતી પ્રભુની એ આંખોમાં, નીરખું હું તો મારી જિંદગાની
પ્રભુનું દિલ તો એક કોરી કિતાબ છે, વાંચું એમાં હું તો મારી કહાની
પ્રભુના હસ્તની હસ્તરેખાઓમાં, દેખાય છે મને એમાં રેખાઓ મારી
પ્રભુના ઉગ્ર સ્વરૂપમાં તો નીરખું, રેખાઓ તો મુજને એમાં તો ઠપકાની
પ્રભુના વ્હાલભર્યાં હૈયામાં નીરખી રહું એમાં છબિ હું તો મારી
પ્રભુના ખુલ્લા હાસ્યમાં તો નીરખું, નીરખું હું તો મારી કદરદાની
પ્રભુની જલતી જ્યોતમાં તો નીરખું, નીરખું હું તો મારી ને મારી નિશાની
પ્રભુના હલનચલનમાં હું તો નીરખું, નીરખું હું તો આદત તો મારી
પ્રભુના પ્રેમભર્યાં મુખમાં હું તો નીરખું, નીરખું હું તો વિશાળતા હૈયાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)