પ્રેમસરિતાના પ્રવાહ તો જુદા છે, મળશે ના અંદાજ એના, એના અંદાજ જુદા છે
વહેશે એ કઈ દિશામાં, વહેશે ક્યાંથી બદલશે પ્રવાહ ક્યારે, ના અંદાજ એના મળશે
વહેશે જ્યારે એ જે હૈયામાંથી, ઇન્સાને પણ દેવ, બનાવી એ તો દેશે
ભુલાવશે સુખદુઃખ એ તો જગનાં, પ્રવાહમાં તો એના તો જે તણાયા છે
વહે જ્યાં હૈયામાંથી એની સરિતા, ધામ હૈયાનું સ્વર્ગ એ તો બનાવે છે
એનાં ઊંડાણ તો છે ગજબનાં ઊંડાં, એના ઊંડાણના, ના અંદાજ મળે છે
પ્રેમસરિતા જ્યાં કિનારાનાં તો બંધન સ્વીકારે, સરિતામાંથી એ સાગર તો છે
સ્પર્શે તો એ સહુ હૈયાને, લેશે સહુને એ બાથમાં, ના ભેદભાવ તો એ પાડે છે
વહી માનવહૈયામાંથી, પ્રભુચરણમાં પ્રવાહ એનો વહે, મોક્ષ એ તો અપાવે છે
દિ દુનિયાના રંજ એ ભુલાવી, પ્રભુ સાથે તાદાત્મ્ય એ તો સધાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)