થનગન થનગન નાચે મોરલો ને વાદળોનો શોર
જગમાં તો મળશે ના તમને, કાનુડા જેવો ચિત્તચોર
નાચે ને નચાવે જગને, રાખે હાથમાં એના એ જગનો દોર
દી ઊગે ને દિ આથમે, અટકે ના જગમાં નાચ તો એનો
રમત રમતમાં ને વાતમાં એ ચોરે ચિત્તડાં, છે અનોખો ચિત્તડાંનો ચોર
અટકે ના પળેપળના નખરાં એનાં, જાણે એ તો થનગનતો મોર
દુઃખદર્દ કરી ઊભાં હૈયામાં, હૈયામાં મચાવે ખૂબ શોરબકોર
છૂટે ના નખરાંમાંથી એના કોઈ, છે એવું એનું તો જોર
ચોરે ચિત્ત એ તો જેનું, જાય જગમાં એ તો બની કોરોધાકોર
નાચતો ને રહે જગને નચાવતો, નજર એની છે તોય ચકોર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)