કરું ફરિયાદ તને આંસુઓથી, કે કરું યાદ તને અશ્રુભીનાં નયનોથી
ભરી છે યાદ તો બંનેમાં, સ્વીકાર એને ગણી, ફરિયાદ કે યાદ મારી
નથી હૈયામાં મારા એવી તો કોઈ નિરાશા, રહે છે દૂર આશા તોય મારાથી
પડયા પનારા કંઈક વાર જીવનમાં, અંદાજ તારા શક્યો ના હું મેળવી
દર્દે દર્દે દિલ બને ભારી, દે વધારી એ તો ઇંતેજારી તને મળવાની
આવું એમાં તો જ્યાં જરા નજદીક, કે માયાને મારી પાછળ વળગાડી
ગમ્યું ના ગમ્યું હતી યાદ હૈયામાં ભરી, કરી યાદ ફરી એ ફરિયાદ બની
ના રીસ છે ભરી એમાં, યાદ એની તોય રહી સરકીને એ ફરિયાદ બની
નીકળી ગયો જ્યાં ડંખ ફરિયાદમાંથી, ત્યાં તાજી એવી એ યાદ બની
ફરિયાદમાંથી હતી તો કમી, સંતોષના આંચળ રહી નીચે એ યાદ બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)