પહોંચી ના શકીશ જો તું, જીવનમાં તારી મંઝિલની પાસે
રાખજે હૈયે તો અતૂટ વિશ્વાસ, આવશે મંઝિલ તો તારી પાસે
છે હકદાર તો તું યત્નોનો તો જગમાં, કચાશ ના એમાં તું રાખજે
બની મજબૂર તો ફળ એનું, તારી સામે એ તો આવશે
ઊઠશે ચમકી નયનો વિશ્વાસના તેજથી, ના ઝાંખાં એને પડવા દેજે
તેજે તેજે તો એના, જગમાં જીવનના રસ્તા તારા તું કાપજે
વિશ્વાસ ને યત્નોની જુગલ જોડીને, હૈયામાં તો તું સ્થાપજે
શંકા ને શંકાના વાતાવરણને, દોઢ ગાઉ દૂર તારાથી રાખજે
રાતદિન તો કરજે યત્નો, આળસ એમાં તો ના લાવજે
લેવા પડે સાથ એમાં તો જેના, લેતા એના તો ના અચકાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)