રહી રહી જિંદગી દઈ ગઈ જીવનમાં, હૈયાને કંઈક આંચકા
ગયું ભૂલી એમાં એની કોમળતા, કરી ગયું ધારણ કઠોરતા
લાખ તર્કો નાકામિયાબ રહ્યા, મળી એને એમાં નિષ્ફળતા
દર્દે દર્દે બની દીવાનું, કોમળતાને ગણી બેઠું એ પામરતા
બની ના શક્યું એક એ અન્ય સાથે, કેળવી બેઠું અલગતા
દુઃખદર્દ ભરી દામનમાં, ગયું વીસરી એમાં એની સરળતા
રહી ના શક્યું પ્રમાણિક એ ભાવોને, રહ્યું તણાતું એ એમાં
રીઢું ને રીઢું બનતું ગયું, ખાઈ ખાઈ જીવનમાં અનેક આંચકા
ખાધા ના ખાધા એક આંચકા, રહ્યા મળતા ને મળતા બીજા આંચકા
એક દિન આવ્યો અંત આંચકાનો, દઈ ગયું બીજાને એ આંચકા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)