પળેપળના ગયા હિસાબ તો ચૂકી તો જ્યાં જીવનમાં
સમજી લેજો, ગઈ સરકી તો એ પળ ત્યાં તો હાથમાંથી
કર્યો ના ઉપયોગ જે પળનો તો જ્યાં તો જીવનમાં
વિતાવી જે પળ આળસમાં તો જગમાં તો જીવનમાં
વીતી જે પળ તો જગમાં, કૂથલી કરવામાં તો જીવનમાં
વિતાવી જે પળો જગમાં, તો દુર્ગુણોમાં તો જીવનમાં
વિતાવી જે પળો જગમાં, તો અન્યને હેરાન કરવામાં જીવનમાં
વીતી જે પળો ચિંતાનું તો ચિંતન કરવામાં જીવનમાં
મનના સાથ વિનાની તો પળો બનશે નકામી જીવનમાં
જીવનની ધમાલમાં, જાશો ના વીસરી પળોને જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)