મનાવી લેજો, મનાવી લેજો, જીવનમાં પ્રભુને તમે મનાવી લેજો
વિચાર ને વર્તનથી જીવનમાં, દિલ પ્રભુનું તમે તો જીતી લેજો
બાંધી લેજો, બાંધી લેજો, પ્રેમના તાંતણાથી પ્રભુને બાંધી લેજો
દીધી છે બુદ્ધિ એણે જીવનમાં, બુદ્ધિમાં એને તો વસાવી દેજો
ડુબાડી દેજો, ડુબાડી દેજો, જીવનમાં પ્રભુને પ્યારમાં ડુબાડી દેજો
બનાવી લેજો, બનાવી લેજો, જીવનમાં પ્રભુને તમારા બનાવી લેજો
વિશાળ બનાવી દેજો, ઝીલવા પ્રભુનો પ્યાર, હૈયાને વિશાળ બનાવી દેજો
નિશાન ચૂકી ના જાએ, પ્રેમના તીરથી, પ્રભુના હૈયાને વીંધી દેજો
રસ્તા રોકી લેજો, જીવનમાં પ્રભુને હૈયામાંથી બહાર જવા ના દેજો
હૈયાને શાંત રાખજો, પ્રભુને હૈયામાં શાંતિથી આરામ કરવા દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)