નયનોથી વહેતાં આંસુઓ, ભૂલી ગયાં તો ખારાશ એની
વહ્યાં એ પણ તો નયનોથી, બની ગયાં જ્યાં એ હર્ષનાં મોતી
આંસુઓની ભીનાશમાંથી, જગ એમાંથી નવા નવા રૂપે દેખાણું
ડૂબ્યું જ્યાં એ હર્ષના સાગરમાં, જગ આનંદભર્યું ત્યાં લાગ્યું
પ્રેમનું પાત્ર જ્યાં એને મળ્યું, બનીને મોતી આંસુ નયનોથી ટપક્યું
દુઃખદર્દના ચિત્કારમાં વહ્યાં જે આંસુ, બન્યાં એ ત્રાસનું બિંદુ
સુખ-સંતોષમાં હૈયું બન્યું જ્યાં ભીનું, એ સંતોષનું મોતી બન્યું
ખારાશ ને મીઠાશની રમત, આંસુએ નયનોમાં રહ્યું તો રમતું
હરેક ભાવો ઝીલી ઝીલી, રહ્યાં નયનો આંસુઓનું પ્રદર્શન કરતું
આંસુઓ તો રહ્યાં જીવનનાં, બની મોતી સુખદુઃખ અનુભવતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)