સાંભળજો ને સમજજો પ્રભુ, દિલથી તમે તો આ મારી વાત
દિલ છે તો અમારું, રહેવા દેજો ગુંજન તમારું, નયનો અમારાં દૃશ્યો તમારાં
ધડકને ધડકને દેજો ગુંજવા સાદ, દેજો એમાં તો સદા
નિરાશાની રાતને ના રહેવા દેજો, દેજો ના બનાવી અમાસની રાત
પાથરજો સદા તો એમાં, પાથરજો તો વિશ્વાસનો પ્રકાશ
રહે હૈયામાં સદા ભાવ તમારા, જાગવા ના દેજો અભાવ હૈયામાં અમારા
તમારા વિના અધૂરા અમે, પાથરજો હૈયામાં પૂર્ણતાના પ્રકાશ તમારા
છે દુઃખ અંગ જીવનનું, પડવા ના દેજો પ્રભાવ એનો જીવનમાં અમારા
દિલ છે તમારું, તમે છો અમારા, કરજો નિભાવ પ્રેમથી હૈયામાં અમારા
દેજો દૃષ્ટિ જોવા અમને એવી, જોઈ શકીએ દેખાવ પ્રેમભર્યાં તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)