માનું કે ના માનું, ચાહું કે ના ચાહું
જીવનની કંઈક હકીકતો બદલાવાની નથી, એ હકીકતો બદલાવાની નથી
ચાલે છે કુદરત તો એના નિયમોથી ને એના નિયમોથી
ઊગે છે સૂર્ય, રહેશેતો એ ઊગતો ને ઊગતો જગમાં તો પૂર્વમાંથી
હકીકતો જે બદલાવાની નથી, બદલવાનો વ્યર્થ વ્યાયામ કરવો નથી
નિયમો બહાર એ જવાની નથી, પશ્ચિમમાંથી એ ઊગવાનો નથી
હશે જે હકીકતો છુપાયેલી, હકીકતો એ બહાર આવ્યા વિના રહેવાની નથી
યુગોના પવનો ફૂંકાયા, હકીકત જે, અડીખમ છે ઊભી, એ બદલાવાની નથી
પ્રભુ રહ્યા છે પૂજાતા, રહેશે પૂજાતા ને પૂજાતા એ હકીકત બદલાવાની નથી
રહેશે મોજાંઓ ઊછળતાં, રહેશે આવતી ભરતી-ઓટ સમુદ્રમાં એ બદલાવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)