કરવા ગયો જીવનમાં જગને રાજી, રામ મારા રાજી એમાં ના રહ્યા
કરવા રાજી તોડી કંઈક સીમાઓ, ભેદ સીમાઓના તો ના પારખ્યા
હતું જગ તો અનેક વાતે દુઃખી, ના દુઃખના સાગર ઉલેચાયા
અનેક વિચારોનાં વર્તુળોમાં હતા પુરાયા, ના વર્તુળ છોડી શક્યા
અનેક દુઃખોએ અંતરમાં તો શૂળો ભોંક્યાં, રામ મારા ના રાજી રહ્યા
સંબંધે સંબંધે સંબંધો બંધાયા, ના સંબંધો તો બધા જળવાયા
વિસ્તારી કંઈક ઇચ્છાઓની સીમા, ના સીમામાં એને રાખી શક્યા
રહ્યા તોડતા ને બાંધતા સીમા અનેકની, રામ એમાં રાજી ના રહ્યા
એકની એક વસ્તુને, અનેક રીતે જોવાની દૃષ્ટિ જ્યાં ચૂકી ગયા
દુઃખદર્દના તમાશા કર્યાં ઊભા, કરવા દૂર ના સાચા રસ્તા લીધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)