ભારે પડી ગઈ (2) જીવનમાં મને મારી ભૂલો તો ભારે પડી ગઈ
ગજા બહારના કર્યાં ઉત્પાત જીવનમાં, તબિયત પર અસર એ કરી ગઈ
જાળવ્યો ના વિવેક ખાવામાં જીવનમાં, તકલીફ પેટમાં ઊભી એ કરી ગઈ
રાખ્યો ના કાબૂ આદતો પર જીવનમાં, જીવનને અસર એ કરી ગઈ
ઓળખવામાં પારખવામાં થઈ ભૂલો જીવનમાં, નજર જ્યાં ધોકો દઈ ગઈ
કાબૂ વિનાના રાખ્યા વિચારોના ઘોડા, જીવનને જ્યાં ને ત્યાં એ ખેંચી ગઈ
ભાવોનાં મોજાં રહ્યાં ઊછળતાં હૈયામાં, જીવનની નાવને અસ્થિર એ કરી ગઈ
ઇચ્છાઓના તાંડવમાં નાચ્યો જીવનભર, અશાંતિ જીવનમાં ઊભી એ કરી ગઈ
દુઃખદર્દને દીધું ઝાઝું મહત્ત્વ જીવનમાં, જીવનને એમાં એ રડાવી ગઈ
ચિંતા વિનાની રહ્યો ચિંતા કરતો જીવનમાં, જીવનની નીંદ એ તો હરી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)