ક્ષણેક્ષણ જીવનની તો પલટાતી ને પલટાતી જાય છે
ક્ષણો પલટાતા ને પલટાતા, જીવન એમાં પલટાઈ જાય છે
બને ક્ષણો કદી ભારી, કદી હળવી ફૂલ તો એ બની જાય છે
છે જીવન તો પરિવર્તનશીલ, પરિવર્તન એ તો પામતું જાય છે
ક્ષણ ક્ષણનું બન્યું છે જીવન, ક્ષણ પલટાતા જીવન પલટાતું જાય છે
ઘડશે ક્ષણને જેવી જીવનમાં, જીવન એવું એમાં ઘડાતું એ જાય છે
વીતે ક્ષણો જે મીઠી યાદોમાં, જીવનને મીઠાશ એ આપી જાય છે
વીતશે જે ક્ષણો આનંદમાં, જીવનને એ આનંદમય બનાવી જાય છે
વીતશે જે ક્ષણો દુઃખમાં, જીવનને એ દુઃખમય બનાવી જાય છે
વિતાવીશ ક્ષણો જેવી રીતે, જીવન એવું તો એ બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)