ચાહે છે સહુ કોઈ કામની કદર જગમાં, જીવનમાં હોય ભલે નાનું કે મોટું
રહ્યા છે કરતા કામો સહુ જગમાં, મળે ના મળે સંતોષ એમાં તો સહુને
કરતા રહેવું પડે કામો જીવનમાં, ભલે સુખદુઃખ હૈયામાં એમાં તો જાગે
રહે છે કરતા ને કરતા સહુ કામો, જોયા છે ઓછા, છે એ તો સાચું કે ખોટું
એક જ માપે, માપે તો કામને, જીવનમાં માપે તો એમાં, મળ્યું તો કેટલું
મળી કંઈક કામોમાં તો નાકામિયાબી, પણ જીવનમાં કંઈક શીખવા મળ્યું
કદર કામની તો પૂરે બળ તો કામમાં, બને કામ જીવનમાં એમાં તો સહેલું
કદર તો છે કામનું બળ, છે જીવનનું તો એમાં એ પ્રેરક પહેલું પગલું
જાણવા છતાં જીવનમાં, કરવી ક્યારે કદર, જગમાં નથી કોઈ તો એ સમજતું
હશે રાજી કે નારાજી, કામ તો થાશે તો પૂરું, કદર બનાવશે એને તો હળવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)