કરી છે હાલત એમાં કેવી તો તેં તારી (2)
ઉખેડયો કુદરતે એક છોડ તારો, નથી કાંઈ વાડી તારી ઉજાડી
કરી મહેનત જગાવ્યો જે છોડને, દીધો કુદરતે એને ઉખાડી
એકના અનેક દેનારાએ, દીધો એ એક છોડ તો તારો ઉખાડી
જગાવી છોડ, કરી જાળવવા મહેનત કેટલી, ઉખેડી દીધી દુનિયા ગમની બનાવી
જીવનનાં તોફાનોને તો ઝીંક ઝીલી, દીધો કુદરતે એને તો ઉખાડી
મહેનતે મહેનતે દીધું મમત્વ એમાં બાંધી, કુદરતે દીધો ઘા એને મારી
અનેકવિધ હતાં લક્ષ્યો જીવનમાં, દીધું એ એકમાંથી લક્ષ્ય હટાવી
હતી પ્રીત જાગી જ્યાં એકમાં, અનેકમાં તો દીધી એને તો ફેલાવી
જીવવું હોય જો જીવન સારી રીતે, કરજે ના હાલત તારી આવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)