નાની ભૂલોનાં પરિણામો થઈને ભેગાં, એક મોટું પરિણામ આપી જાય
ટીપે ટીપે તો સરોવર ભરાય, જીવનમાં યાદ એની એ તો આપી જાય
રહ્યા ને રહેશે જાગૃત જે સદા એમાં, એમાં એ તો એ બચી જાય
દિશા વિનાનો માનવી તો જગમાં, જ્યાં ને ત્યાં એ તો ભટકતો જાય
ભૂલો વિનાનો રહ્યો નથી કોઈ માનવી, કંઈક ભૂલો એની એને ના દેખાય
જાગૃત રહેલા માનવીની ભૂલ એમાં જો થાય, તો એ તો થોડી થાય
થાતા થાતા તો ભૂલો તો થઈ જાય, માનવી તો એમાં કદી પસ્તાય
ભૂલો ને ભૂલો માનવી તો કરતો જાય, જીવનમાં માનવી એમાં તો દુઃખી થાય
કાર્યો ને ભૂલો, હોય તો પરિણામદાયી, એ તો પરિણામ આપી જાય
પરિણામ વિનાનું કોઈ કાર્ય નથી, સારું કે માઠું પરિણામ એ કહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)