પ્રારબ્ધની પહોંચવા તો પેલે પાર, પડશે કરવી પુરુષાર્થની ધાર તેજદાર
કરશે કામ પુરુષાર્થ તો એનું, ના આવવા દેશે જીવનમાં એનો અણસાર
પડશે કરવા શંકાઓ અને આળસને તો જીવનમાં, હૈયામાંથી તો તડીપાર
ખંતથી પડશે ખેલ ખેલવા તો જગમાં, રાખવો પડશે જીવનમાં ખંત અપાર
રાખી લક્ષ્ય મંઝિલનું તો નજર સામે, પડશે રોકવી બીજી ઇચ્છાઓની વણઝાર
હશે ભલે કંટકભર્યો તો રસ્તો, પડશે ઝીલવો જીવનમાં તો એનો પડકાર
મનને તો વિશ્વાસની સંગતમાં રાખી, પડશે રહેવું જીવનમાં સદા તૈયાર
હરેક કાર્યમાં તો રહેવું પડશે, રહેવું પડશે સદા એમાં તો હોશિયાર
ખોટી વાતો ને ખોટા યત્નો તો ત્યજવા પડશે, રાખશો ના એના પર મદાર
નિરાશાને તો સ્થાન ના દેવાશે જીવનમાં, પડશે કરવા યત્નો તો જોરદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)