જીવનમાં કારણ જેનું જડતું નથી, જીવનમાં એનો કોઈ ઇલાજ નથી
ધાર્યું જગમાં બધું કોઈનું થાતું નથી, દુઃખનું કારણ એને બનાવાતું નથી
ભીખ માંગતા જીવનમાં તો પૈસા મળે, મહોબત ભીખમાં કોઈ દેતું નથી
આચરણ વિના જગમાં માન મળતું નથી, એના વિના મળેલું એ ટકતું નથી
બેકાળજી દઝાડે સહુને જીવનમાં, જગ દાઝ્યા પર ડામ માર્યા વિના રહેતું નથી
સુખસંપત્તિ પાછળ રહે જગ દોડતું, દિલની સંપત્તિ એમાં એ પામતું નથી
માયા જગમાં તો કાંઈ દેખાતી નથી, માયામાં બંધાયા વિના કોઈ રહ્યું નથી
ચાહે છે સત્ય સહુ કોઈ જીવનમાં, સત્યની કિંમત જગમાં તોય કરતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)