અગર પ્રભુ જો તું ના હોતે, દિલની વાત મારી હું કોને કરતે
અગર જો પ્રભુ તું ના હોતે, જીવનભર રાહ તો હું કોની જોતે
અગર જો પ્રભુ તું ના હોતે, ધડકન મારા પ્યારની કોણ ઢીલતે
અગર જો પ્રભુ તું ના હોતે, દિલ મારું હું કોની પાસે ખોલતે
અગર જો પ્રભુ તું ના હોતે, પ્રેમભરી નજરનાં દર્શન હું કોના કરતે
અગર જો પ્રભુ તું ના હોતે, મારા વિચારોમાં આવી કોણ વસતે
અગર જો પ્રભુ તું ના હોતે, કોના પ્યારનો દીવાનો હું બનતે
અગર જો પ્રભુ તું ના હોતે, આશિષ જીવનમાં તો હું કોના લેતે
અગર જો પ્રભુ તું ના હોતે, જીવનમાં મારા તો હું કોને ભજતે
અગર જો પ્રભુ તું ના હોતે, દુઃખમાં જીવનમાં સહારો હું કોનો લેતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)