પામી ના શક્યા, પૂર્ણતાનાં તેજ જીવનમાં, જીવ્યા તો નીચે ઇચ્છાઓના પડછાયા
એક ના કરી શક્યા વિચારો જીવનમાં જ્યાં, રહ્યા જીવનમાં ત્યાં તો એ રઝળતા
મચાવ્યા ઉત્પાત વિચારોએ જ્યાં જીવનમાં, ના રોકી શક્યા, ના એને છોડી શક્યા
ભાવે ભાવે લાગ્યું જગ નિરાળું જીવનમાં, ના જીવનમાં એને તો રોકી શક્યા
રહી વિસ્તરતી સરહદ તો સદા જ્ઞાનની, ના જીવનમાં એને પહોંચી શકાયા
પાથરવા છે તેજ પ્રેમનાં તો જીવનમાં, જોઈતા નથી કાંઈ પ્રેમના તો પડછાયા
જોઈએ છે પાથરવા છે જીવનમાં પૂર્ણ તેજ જ્ઞાનથી, જોઈતા નથી કાંઈ જ્ઞાનના પડછાયા
ભરવું છે હૈયું સદ્ગુણોથી તો જીવનમાં, જોતા નથી જીવનમાં કોઈ એના પડછાયા
ચાહે છે હૈયું સંપૂર્ણ નિર્મળતા જીવનમાં, લેશે ના ચલાવી એ તો એના પડછાયા
માયા તો છે જગમાં પ્રભુના તો પડછાયા, રાખ્યા વંચિત એણે પ્રભુના તેજથી સદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)