ભક્તિ જીવનમાં કોને કહેવી, ભક્તિ જીવનમાં કોને ગણવી
જીવનમાં ભક્તિમાં જ્યાં આશ જાગી, ગઈ ભક્તિ ત્યાં વેચાઈ
ભક્તિ જાય જીવનમાં જો ભેદ જગાવી, ગઈ ત્યાં અભડાઈ
મારા તારાના ભેદ જો ના મિટાવી શકી, ભક્તિ એને તો કેમ જાણવી
ભક્તિમાંથી ગઈ જો એકતા લૂંટાઈ, હાથમાં રહી ત્યાં સમયની બરબાદી
ભક્તિ હૈયામાં જો નિર્મળતા ના લાવી, એવી ભક્તિ ગઈ સ્વાર્થ જગાવી
ભક્તિમાંથી ગયા જ્યાં ભાવ ભૂંસાઈ, રહી ગઈ ત્યાં ગૂંથણી શબ્દોની
ભક્તિ લૂંટાવે છે જગમાં બધું, નથી જગમાં એ કોઈને લૂંટતી
છે ભક્તિ તો પથ કંટકનો, નથી ધારો છો એટલી સહેલી
ભક્તિની નથી કાંઈ પેઢી મંડાતી, છે ભક્તિ તો અંતરની સરવાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)