મન ચોરી લીધું, ચિત્ત લૂંટી લીધું, મીઠી મુરલીના બજવૈયા શ્યામે
ઘટ ઘટનો એ વાસી, હર દિલનો નિવાસી, મધુરી બંસરીના બજવૈયા શ્યામે
મોરમુગુટ ધારી, પીળી પીતાંબર ધારી, મનમોહક હાસ્ય વેરી શ્યામે
નયનો શોધે, હૈયું તો દર્શન ઝંખે, મનોહર મુરલીધારી શ્યામે
મચાવ્યો હૈયામાં તો ખૂબ ખળભળાટ, વ્હાલા એવા નંદકુંવર શ્યામે
સાનભાન જગનું દીધું બધું ભુલાવી, એવા જશોદાના લાલ શ્યામે
દિલનો કાબૂ દીધો તો બધો વીસરાવી, રાધાના પ્રેમી એવા શ્યામે
અંતરની દુનિયામાં ઊથલપાથલ કરાવી, રાસ રમતા એવા શ્યામે
આનંદભર્યું તો વાતાવરણ સર્જાવ્યું, ગોપીઓના વ્હાલા એવા શ્યામે
ગોકુળિયાને તો એવું ઘેલું કર્યું, દેવકીનંદન તો એવા શ્યામે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)