કરી કરી ભેગું, કરે કેટલું જીવનમાં (2)
બન્યો એમાં કરજદાર કે માલદાર, ના એ હું તો જાણું
કર્યો ભેગો ખૂબ અહં તો જીવનમાં, રહ્યો મસ્તાન તો હું એમાં
કરી ભેગી અનેક ચિંતાઓ જીવનમાં, ચડયો ભાર એનો જીવનમાં
બનાવ્યું ઈર્ષ્યાને હથિયાર જીવનમાં, બનાવ્યું ધારદાર એને જીવનમાં
ભાવે ભાવે ભીંજવ્યું તો હૈયું, વહ્યાં નયનોમાંથી મોતી પાણીદાર
નીકળ્યો બનવા પ્રભુનો વારસદાર, ગાતો રહ્યો માયાનાં ગુણગાન
વસાવી વેરને હૈયામાં, સમજ્યો મને તો હું ખૂબ સમજદાર
કરી કરી અસત્ય આચરણ, જીત્યો કંઈક જંગ તો હું જીવનમાં
કરતો રહ્યો ભેગી, અવગુણોની સંપત્તિ ગણી, રહ્યો મને વટદાર
કયા કારણથી રહ્યો ટકી જીવનમાં, પામી ના શક્યો એનો અણસાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)