આશા ધરીને હૈયામાં હું તો, `મા' નાં દર્શન કરવા નીકળ્યો
`મા' નાં દર્શન કરવા નીકળ્યો, `મા' નાં દર્શન કરવા નીકળ્યો
ખાવું-પીવું હું તો ભૂલ્યો, ચાતક બનીને સઘળે ફરતો
`મા' ના સ્મરણમાં હું તો ડૂબ્યો, `મા' નાં દર્શન કરવા નીકળ્યો
રાત-દિવસ `મા' ને જપતો, બીજું બધું હું તો વીસર્યો
એક જ એના વિશ્વાસે બેઠો, `મા' નાં દર્શન કરવા નીકળ્યો
એનાં દર્શન કરવા કાજે, હું તો મંદિર-તીર્થો ખૂબ ફર્યો
વ્યવહારમાંથી ચિત્ત ચૂક્યો, હું તો દર્શન કરવા નીકળ્યો
સઘળે ફરવું છોડીને, હું તો અંતરમાં ઊંડે ઊતર્યો
ત્યાં તેનાં અનુપમ દર્શન થાતાં, સૂધબૂધ સઘળી ભૂલ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)