ભજીએ અમે તને રે માડી, જુદા જુદા નામો તો લઈને
રાખે વ્યવહાર તું અમારી સાથે, એ રૂપ તું તો ધરીને
છે બધું તો તારી પાસે, લઈ જશું અમે તો તારા થઈ થઈને
પડે ના ફરક કાંઈ ગુણોમાં તારા, પુકારીએ જુદા નામો લઈને
કરીશ જગમાં તું કામ અમારા. અમારા હૈયાના ભાવો જોઈને
વળશે ના જગમાં કાંઈ અમારું, તારાથી તો દૂર રહીને
વળ્યું નથી જગમાં તો કાંઈ અમારું, માયામાં ઊંડા પડીને
વળ્યું નથી જગમાં ભાગ્યનું તો કાંઈ, દુઃખ જીવનમાં તો દઈને
મળશે શું, રહેશે શું હાથમાં અમારા, હાથ ઊંચા તો કરીને
મળે ના ભલે બીજું રે કાંઈ, મળશે શાંતિ જીવનમાં પ્રભુને ભજીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)