થોડી થોડી જીવનમાં બધી જરૂર છે (2)
એકથી જીવનમાં ના કાંઈ ચાલે, થોડી થોડી જીવનમાં તો બધી જરૂર છે
સૂર્યપ્રકાશની તો જીવનમાં જરૂર છે, હવાની જીવનમાં એટલી જ જરૂર છે
જીવનમાં અન્નની તો જરૂર છે, પાણીની જીવનમાં તો એટલી જ જરૂર છે
કર્મોની જીવનમાં તો જરૂર છે, શાંતિની જીવનમાં તો એટલી જ જરૂર છે
જીવનમાં બધાને મળવાની જરૂર છે, એકાંતની જીવનમાં એટલી જ જરૂર છે
ગતિની જીવનમાં તો જરૂર છે, સ્થિરતાની જીવનમાં એટલી જ જરૂર છે
વાતો કરવાની જીવનમાં તો જરૂર છે, મૌનની જીવનમાં એટલી જ જરૂર છે
જીવનમાં દિવસની જેટલી જરૂર છે, રાતની જીવનમાં એટલી જ જરૂર છે
કામની જીવનમાં જેટલી જરૂર છે, આરામની જીવનમાં એટલી જ જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)