રહ્યાં મળતાં નિરાશાના ઘૂંટડા, આવ્યું ના કાંઈ તો હાથમાં
મળશે નહિ, એવું તો કાંઈ નથી, ભાગ્ય ક્યારેક તો સહુનું જાગે છે
પડયા ના પાછા જ્યાં મહેનતમાં, પહોંચ્યા ના દ્વારે તો સફળતાના
રહીએ ના રાહ ગફલતમાં, ઊતરીએ ના જ્યાં ઊણા તો સમજમાં
ધગશ હૈયેથી જ્યાં છૂટી નથી, ધીરજ તો જ્યાં જીવનમાં ખૂટી નથી
મક્કમતા જ્યાં તૂટી નથી, યત્નોમાંથી તો જ્યાં હટયા નથી
શ્વાસ જીવનમાં જ્યાં ખૂટયાં નથી, ધ્યેયમાંથી તો જ્યાં હટયા નથી
વિશ્વાસે તો જ્યાં પાછા પડયા નથી, શક્તિએ તો જ્યાં તૂટયાં નથી
ખોટા ખયાલોમાં જ્યાં રહ્યાં નથી, કારણ વિના વેર તો બાંધ્યા નથી
આવડતની તો કોઈ કમી નથી, હૈયે આળસ હજી અડકી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)