રહ્યાં નથી, જોવાં મળતાં નથી, પહેલાં જેવાં નયનોમાં પ્યાર કે સત્કાર
રાખવા જેવું કાંઈ રહ્યું નથી, મૂલ્યો જીવનમાં તો જ્યાં બદલાઈ ગયા છે
ખોટું કરવામાં ને ખોટું બોલવામાં, બનતા ગયા છે જીવનમાં હોશિયાર
જોવા હવે જલદી મળતાં નથી, જીવનમાં પરદુઃખે તો આંસુ વહાવનાર
સ્વસુખમાં છે સહુ રચ્યા-પચ્યા, મળે ના જોવા પરસુખે સુખી થનાર
પ્રભુદર્શન તો સહુ કોઈ ચાહે, મળે ના કોઈ એના કાજે માથું દેનાર
રહે અધિકાર વિનાની વાતો કરતા, ના મેળવી શક્યા જીવનમાં સાચો અધિકાર
લાગેવળગે ના જીવનમાં તો જેને, જોવા મળે બધામાં માથું મારનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)