જીવનમાં તો, ક્યારેક ને ક્યારેક તો, બધું કામ આવે છે
સમજાશે નહિ રે જીવનમાં, ક્યારેક ચપટી ધૂળ ભી કામ લાગે છે
જીવનમાં, પ્રગતિમાં તો, સદા મહેનત તો કામ આવે છે
ભૂખ લાગે રે જ્યારે જીવનમાં, અન્ન ત્યાં તો કામ આવે છે
પહોંચવા મંઝિલે તો જીવનમાં, હિંમત અને ધીરજ કામ લાગે છે
તૂટી પડયા હોય જ્યાં જીવનમાં, આશ્વાસનના બે શબ્દો કામ આવે છે
જીવનમાં જાગી હોય તરસ તો જેની, ધારા એની તો ત્યાં કામ આવે છે
જીવન જીવવામાં, સહુનો સાથ ને સહકાર તો સદા, કામ આવે છે
ક્રોધભર્યા વાતાવરણમાં, ચૂપકીદી સદા તો કામ લાગે છે
પડયા હોય જેવી જે મુસીબતોમાં, ત્યાં તેવી મદદ કામ લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)