રે જીવડાં, હજી ના સમજ્યો તું, રે જીવડાં હજી ના સમજ્યો તું
બાંધી પ્રીત તેં મનડાં સાથે, ના રહ્યું એ સ્થિર, ના તારાથી સ્થિર રહેવાયું - રે...
છોડી ના પ્રીત તેં એની સાથે, હતું પહોંચવું તો જ્યાં, ના પહોંચાયું - રે...
રાખી ના શક્યો કાબૂ તું એના પર, એની સાથે તારે તણાવું પડ્યું - રે...
છૂટી ના ચંચળતા તો જ્યાં એની, તારે ભી ચંચળ બનવું તો પડ્યું - રે...
રહી ના શક્યો જ્યાં તું તુજમાં, પાછળ પાછળ એની તો દોડવું પડ્યું - રે...
કોશિશ બધી તારી તો એળે જાણી, જ્યાં એ ફરતું ને ફરતું તો રહેતું - રે...
ના જ્યાં સુધર્યું કે એને સુધાર્યું, ભટકવું તારે ને તારે પડ્યું - રે...
આખર એક દિવસ પડશે સમજવું, પડશે મક્કમ તારે તો બનવું - રે...
સમય ગુમાવે છે હવે તું શાને, હવે સમજી જા તો તું આટલું - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)