એક ને એક સ્થાને કોઈ રહી શક્તું નથી, સ્થાન તો બદલાતા ને બદલાતા રહ્યાં છે
યુગો યુગોથી રહ્યો છે ચાલુ આ ક્રમ, બદલી કાંઈ એમાં તો થવાની નથી
ભરતી ને ઓટ તો આવે સાગરમાં, મોજાં ત્યાં ને ત્યાં એના તો રહેતા નથી
વહેતાં પવન તો વહેતાં રહ્યાં, એક ને એક સ્થાને, સ્થિર એ તો રહ્યાં નથી
નવાં નવાં લેતા રહ્યાં છે સ્થાન તો જૂના જે, જૂના ને જૂના કદી રહી શક્યા નથી
નીકળ્યાં શબ્દો તો જ્યાં મુખેથી, રહે ના એ ત્યાં, ગોત્યા પાછા એના પત્તા નથી
બદલાતું ને બદલાતું રહે એ તો જીવન છે, અટક્યું જ્યાં એ, મરણ વિના એ બીજું નથી
સમયના વહેણ સાથે રહે બધું બદલાતું, એના વિના બીજું કાંઈ થાતું નથી
આ ખેલમાં રહ્યાં છે સહુ ભાગ લેતા, જગત વિના બીજું કહી શકાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)