દયાધરમને ગયા છે જીવનમાં સહુ ભૂલી, લોભ-લાલચમાં રહ્યાં છે સહુ રાચી
પતનમાં, જગમાં રહ્યું છે હવે તો શું બાકી (2)
સ્વાર્થની સગાઈમાં ગયાં છે સહુ ડૂબી, વેર ને હિંસાની આગ રહ્યા છે સહુ ઓકી
માતપિતા ગયા છે ભાવ તો ભૂલી, સંતાનો તો રહ્યા છે ફરજ તો ચૂકી
ભાઈ-બહેન ગયા છે હેત બધા વીસરી, ‘હું’ ને ‘મારા’ ના વાડા, દીધાં ટૂંકા બનાવી
દીધાં પ્રભુને જીવનમાંથી તો હાંકી, દીધા મંદિર-મસ્જીદમાં એને તો પૂરી
આંખની શરમ દીધી સહુએ મૂકી, વાસનાની દોરી મૂકી દીધી રે છૂટી
પતનની તરફ વહી રહી છે સહુની હોડી, જાગશે ના ભાન, અટવાશે વમળમાં હોડી
ગયા છે સહુ પ્રભુની પૂજા તો ભૂલી, બન્યા છે સહુ પૈસાના તો પૂજારી
અટકી ના ધારા આ તો પતનની, આવવા ધરતી પર શરમ પ્રભુને લાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)