આવે સુખદુઃખ તો જીવનમાં, સમતાને દેજો ના એમાં તો ત્યાગી
માગી માગી કરશો હિંમત ભલે ભેગી, અણી વખતે લાગશે કામ કેટલી
આવશે ને જાશે સંજોગો જીવનમાં, દેશે સુખદુઃખની એ તો લહાણી
ગમશે મનને જ્યાં, જાશે ત્યાં એ ભાગી, થાકશે ના એ તો ભાગી ને ભાગી
રહ્યો છે કરતો જીવનમાં તો ખોટું, છોડ આદત ફરિયાદની તારી પુરાણી
હૈયેથી યાદ રાખજે સદા આ તો તું, હશે જેવી કરણી, મળશે એવી ભરણી
છે સુખદુઃખનો તો તું જન્મદાતા, છે હાથમાં તારા, એની તો ચાવી
થઈ રહ્યો છે જીવનમાં તો તું દુઃખી, જીવનભર ના ચાવી એની રે ગોતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)