જીવનમાં રાખજે રે, સદા તું તૈયારી રે (2)
આવશે ને જાગશે સંજોગો જીવનમાં, એના સામનાની રે, રાખજે તું તૈયારી
ખબર નથી જ્યાં, હશે અનુકૂળ કે પ્રતિકૂળ, એના સામનાની રે, રાખજે તું તૈયારી
ઊંઘમાં ના ઝડપાતો રે જીવનમાં, રહી છે એમાં તો સાચી સમજદારી
ક્યારે ને કેમ, પડશે કરવો સામનો, માગે છે જીવનમાં એ તો તકેદારી
આવશે ઓચિંતા જીવનમાં જ્યાં, જોજે આવે ના ત્યારે, મૂંઝાવાની પાળી
હશે ના કે રહેશે ના, જો તું તૈયાર એમાં, પડશે ખોટી, તારી બધી ગણતરી
કરી ઉપયોગ બુદ્ધિ ને વિવેકનો, રહેજે તું તૈયાર ને રાખજે તું તૈયારી
જાણ્યું ઘણું, ના મૂક્યું આચરણમાં, છે બધી એ તો સમયની બલિહારી
તારા નિર્ણયમાં, લેવા-દેવો ભાગ કોને, લેજે મેળવી એની તું જાણકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)