હવા ફેર કરવા, જગમાં કોઈ આવ્યા નથી, ઉજાણી કરવા કોઈ આવ્યા નથી
રહ્યા છે સહુ, ખાતા-પીતા ને ફરતા તો જગમાં, જાણે બીજું કાંઈ કરવા આવ્યા નથી
આવીને કરવા જેવું તો જગમાં, જગમાં એ તો કાંઈ કોઈ કરતો નથી
આવીને જગમાં, લેતા ને છોડતા રહ્યા શ્વાસો, શ્વાસો સાર્થક કોઈ કરતા નથી
સુખદુઃખ ઊભા કરી જીવનમાં, રચ્યાપચ્યા, એમાં રહ્યા વિના કોઈ રહ્યા નથી
મળ્યા છે તનડાં, મળ્યા છે રહેવા ઝૂંપડા, છે એ કાયમના, માન્યા વિના રહ્યા નથી
આવ્યા જગમાં, છે એ તો રાતવાસો જગમાં, જીવનમાં યાદ એ કોઈ રાખતા નથી
લાવ્યા છે સહુ લેણદેણના હિસાબ સાથે, થાતાં પૂરાં કોઈ જગમાં રહેવાના નથી
છે જગમાં તો સહુ સરખા, ભેદભાવ ઊભા કર્યા વિના કોઈ રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)