અરે ઓ તનડાંમાં વસનારાં રે (2)
રહ્યો છે તનડાંમાં જ્યાં સુધી તું, છે તનડાંમાં વસનારા, તારા સગાં ને વ્હાલા રે
છોડીશ તનડું તું તો જ્યારે, તારા તનડાંને નથી એ તો રાખવાનો રે
રચ્યોપચ્યો રહ્યો તું તો તનડાંમાં, તારી મન, બુદ્ધિ, ભાવેના સિમાડા રહ્યા અજ્ઞાત રે અંકાઈ ગઈ છે સીમા જ્યાં તનડાંની, રહેશે સીમિત એની શક્તિના સીમાડા રે
રહી સીમિતના સીમાડામાં પુરાઈ, બનશે મુશ્કેલ, પકડાવા દોર અસીમિતના રે
રહીશ તનડાંમાં જો રાચીને રાચી, છે એતો સુખદુઃખના અનુભવ કરાવનારા રે
કરવા અદૃશ્ય શત્રુના સામના, પડશે જરૂર અસીમિત શક્તિના રખવાળા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)