તારા દિલમાં ભર્યું છે શું, તારા મનમાં રહ્યું છે શું, જોઈ લે જરા, એ તો તું
છે કોશિશો તારી જાણવા જગમાં બધું, રહેતો ના અજાણ્યો, તારાથી તો તું
જાવું છે ક્યાં, આવ્યો તું ક્યાંથી, લેજે જાણી, કરતો રહ્યો છે તો તું શું
છે તું તો કોણ, છે પાસે તારી તો શું, કરવાનું છે જગમાં તારે તો શું
છોડતો ના કાંઈ કાલ પર તો તું, જાણતો નથી, ઊગશે કાલ તારી કેવી, એ તો તું
જીવનમાં સામનાનો કયાશ કાઢજે તું, તારી શક્તિથી અજાણ્યો રહેતો ના તું
કરવું છે શું, કરી લેજે નિર્ણય એનો તું, તારી બધી શક્તિનો ઉપયોગ એમાં કરજે તું
ખોટા ખયાલોમાં રહેતો ના તું, વાસ્તવિક્તાથી જીવનમાં, ભાગીને કરીશ તું શું
છે પાસે જ્યાં શક્તિ તારી, મજબૂર નથી તું, મેળવી લેજે બધું, બાકી ના રાખજે તું
જનમથી રાહ જોઈ છે જેની, રાહ ના જોતો હવે તું, મેળવવી છે મુક્તિ, મેળવીને રહેજે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)