છોડી ના શકીએ જગમાં અમે તો જરાય, રહીએ કરતા ભેગું ને ભેગું તો સદાય
રહીએ કહેતા સદા જગમાં તો અમે, અમારી પાસે કંઈ નથી, અમારી પાસે કંઈ નથી
લેવાને જગમાં સદા, મનડું અમારું લલચાયું, ખૂંચવી લેતા ના એ તો ખચકાય
હોય પાસે ભાર, ના એનો ઊંચકી શકીએ જરાય, તોય મેળવવા કરીએ દોડાદોડી સદાય
આપતાં એમાંથી, જાણે જાશે ખૂટી સદાય, કરીએ ભેગું, જગ કહે ભલે કૃપણ, કૃપણ તો કહેવાય
માગવામાં મનડું તો સદા લલચાય, દેતા જીવનમાં, મનડું તો સદા ખચકાય
એમ કહી ઠગતા ને ઠગતા રહ્યા સદાય, પ્રભુ ના એમાં કદી તો ઠગાય
રહ્યું હોય ભર્યું ભર્યું જીવનમાં તો સદાય, માગતા પ્રભુ પાસે તોય ના ખચકાય
ભેગું ને ભેગું રહેવું છે કરતા તો સદાય, દેવું નથી જીવનમાં અમારે તો જરાય
બની ગઈ છે આદત હવે જીવનની એવી, દેવો છે ભાર ચિંતાનો પ્રભુને, ના એ ભી દેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)