રહ્યું છે તારા હૈયામાં તો જે ભર્યું, પડશે એક દિન તારે, કોઈને એ તો કહેવું
હશે હૈયામાં તો જે સંઘરાયેલું, રહેશે એ તો ઊછળતું ને ઊછળતું
હશે હૈયાના કોઈ ખૂણે તો છુપાઈ ને છૂપું, સંઘરાયેલું કોઈ સંભારણું
રાખીશ ક્યાં સુધી હૈયાની પેટીમાં એને તો પૂરી, પડશે એક દિન એને તો ખોલવું
કહીશ ના એ જ્યાં સુધી, કે કરીશ ના એને ખાલી, રહેશે એ ઘૂંટાતું ને ઘૂંટાતું
કરીશ જ્યાં તું એને ખાલી, જાશે હૈયું તારું હલકું ફૂલ તો બનતું
ના કરી શકીશ ખાલી કે કહી શકીશ, તારે ને તારે પડશે એને તો સહેવું
હશે તારા હૈયાંમાં જેવું ને જેવું, પડશે તારે એવું ને એવું તો કહેવું
છે પ્રભુનું એક સ્થાન તો જીવનમાં એવું, તારે કહેવું છે તે એને કહી દેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)