Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 3602 | Date: 27-Dec-1991
જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું, એ હું તો જાણું ના
Jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, chuṁ kyāṁ jīvanamāṁ tō huṁ, ē huṁ tō jāṇuṁ nā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3602 | Date: 27-Dec-1991

જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું, એ હું તો જાણું ના

  No Audio

jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, chuṁ kyāṁ jīvanamāṁ tō huṁ, ē huṁ tō jāṇuṁ nā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-12-27 1991-12-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15591 જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું, એ હું તો જાણું ના જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું, એ હું તો જાણું ના

રહ્યો ના સ્થિર એક જગ્યાએ, રહ્યો ચાલતો, પહોંચીશ ક્યાં, એ હું તો જાણું ના

રસ્તા છે અજાણ્યા, અનુભવો અજાણ્યા, મળશે હવે કેવા, એ હું તો જાણું ના

મૂલવતો રહ્યો બુદ્ધિથી અનુભવો, ના સમજી શક્યો, અટકશે બુદ્ધિ ક્યાં, એ હું તો જાણું ના

અંધારે અંધારામાં પણ, રહ્યા છે પ્રેરતા જગતપિતા તો જ્યાં, એ હું તો જાણું ના

કરતો ને કરતો રહ્યો છું જગમાં કંઈક, જગમાં કરીશ ક્યારે અને કેવું, એ હું તો જાણું ના

રચશે ભાગ્ય તો મારું, કર્મો તો મારા ને મારા, કર્યા છે એ તો કેવા, એ હું તો જાણું ના

ભાવભર્યું છે હૈયું, ઊછળે ભાવો તો એમાં, ક્યારે ને એ તો કેવા, એ હું તો જાણું ના

નજરે દેખાયે જગધારા છે, દેખીશ કેટલું સાચું ને કેટલું ખોટું, એ હું તો જાણું ના

ક્ષિતિજ વિનાના છે સીમાડા એના, ફરી શકીશ કે નહિ, પારખે ના, એ હું તો જાણું ના
View Original Increase Font Decrease Font

જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું, એ હું તો જાણું ના

રહ્યો ના સ્થિર એક જગ્યાએ, રહ્યો ચાલતો, પહોંચીશ ક્યાં, એ હું તો જાણું ના

રસ્તા છે અજાણ્યા, અનુભવો અજાણ્યા, મળશે હવે કેવા, એ હું તો જાણું ના

મૂલવતો રહ્યો બુદ્ધિથી અનુભવો, ના સમજી શક્યો, અટકશે બુદ્ધિ ક્યાં, એ હું તો જાણું ના

અંધારે અંધારામાં પણ, રહ્યા છે પ્રેરતા જગતપિતા તો જ્યાં, એ હું તો જાણું ના

કરતો ને કરતો રહ્યો છું જગમાં કંઈક, જગમાં કરીશ ક્યારે અને કેવું, એ હું તો જાણું ના

રચશે ભાગ્ય તો મારું, કર્મો તો મારા ને મારા, કર્યા છે એ તો કેવા, એ હું તો જાણું ના

ભાવભર્યું છે હૈયું, ઊછળે ભાવો તો એમાં, ક્યારે ને એ તો કેવા, એ હું તો જાણું ના

નજરે દેખાયે જગધારા છે, દેખીશ કેટલું સાચું ને કેટલું ખોટું, એ હું તો જાણું ના

ક્ષિતિજ વિનાના છે સીમાડા એના, ફરી શકીશ કે નહિ, પારખે ના, એ હું તો જાણું ના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, chuṁ kyāṁ jīvanamāṁ tō huṁ, ē huṁ tō jāṇuṁ nā

rahyō nā sthira ēka jagyāē, rahyō cālatō, pahōṁcīśa kyāṁ, ē huṁ tō jāṇuṁ nā

rastā chē ajāṇyā, anubhavō ajāṇyā, malaśē havē kēvā, ē huṁ tō jāṇuṁ nā

mūlavatō rahyō buddhithī anubhavō, nā samajī śakyō, aṭakaśē buddhi kyāṁ, ē huṁ tō jāṇuṁ nā

aṁdhārē aṁdhārāmāṁ paṇa, rahyā chē prēratā jagatapitā tō jyāṁ, ē huṁ tō jāṇuṁ nā

karatō nē karatō rahyō chuṁ jagamāṁ kaṁīka, jagamāṁ karīśa kyārē anē kēvuṁ, ē huṁ tō jāṇuṁ nā

racaśē bhāgya tō māruṁ, karmō tō mārā nē mārā, karyā chē ē tō kēvā, ē huṁ tō jāṇuṁ nā

bhāvabharyuṁ chē haiyuṁ, ūchalē bhāvō tō ēmāṁ, kyārē nē ē tō kēvā, ē huṁ tō jāṇuṁ nā

najarē dēkhāyē jagadhārā chē, dēkhīśa kēṭaluṁ sācuṁ nē kēṭaluṁ khōṭuṁ, ē huṁ tō jāṇuṁ nā

kṣitija vinānā chē sīmāḍā ēnā, pharī śakīśa kē nahi, pārakhē nā, ē huṁ tō jāṇuṁ nā
Scan Image

Gujarati Bhajan no. 3602 by Satguru Devendra Ghia - Kaka