ઘડીમાં સાથ દે, ઘડીમાં ભાગી જાય, એવા મનડાંનો ભરોસો કેમ કરીને થાય
ભાવેભાવમાં તો હૈયું તો ભીંજાય, એજ હૈયાંમાં વેર તો જાગી રે જાય
એવા હૈયાંનો રે, જીવનમાં, કેમ કરીને રે ભરોસો તો થાય
લે નિર્ણય હમણાં, બે ઘડીમાં, એ તો બદલાઈ જાય
એવી બુદ્ધિનો રે, જીવનમાં, કેમ કરીને રે ભરોસો તો થાય
ઘડીમાં તો તબિયત બગડે, ઘડીમાં તો એ સુધરી જાય
એવી તબિયત નો રે, જીવનમાં, કેમ કરીને રે ભરોસો તો થાય
બોલે હમણાં એક બોલ, ઘડીમાં તો પાછા એ તો ફરી જાય
એવા શબ્દોમાં રે, જીવનમાં,કેમ કરીને રે ભરોસો તો થાય
વાત વાતમાં જે ઝઘડા કરતો જાય, વાત જીવનમાં એની સાથે કેમ કરીને થાય
એવા સ્વભાવનો રે, જીવનમાં, કેમ કરીને રે ભરોસો તો થાય
ભર્યા સરોવરના કાંઠે પણ જે, તરસ્યોને તરસ્યો રહી જાય
એવા ભાગ્યનો રે, જીવનમાં, કેમ કરીને રે ભરોસો તો થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)