જાણી લે છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું
જાણી લેજે હવે રે પ્રભુ, જીવનમાં મારે જોઈએ છે શું
કંઈક કર્યા છે પાપો, કર્યા છે કંઈક પુણ્ય, જાણી લીધું છે તેં તો બધું
જાણી લેજે હવે તો પ્રભુ, મારે પુણ્ય પથ પર તો છે ચાલવું
રહ્યો છું લડતો સંગ્રામ જીવનનો, કદી હાર, કદી જીત એમાં મેળવું
જાણી લેજે હવે તો પ્રભુ, તારી કૃપાને યોગ્ય સદા બનતો રહું
કદી વધુ આગળ, કદી પાછળ, જીવનના તોફાનોમાં તો અટવાતો રહું
જાણી લેજે હવે તો પ્રભુ, તારા ભાવ ને પ્રેમમાં, સદા સ્થિર રહું
કર્યું શું, કર્યું કેવું, ના હું જાણું, જાણે તું, જોજે હવે યોગ્ય કરતો રહું
જાણી લેજે હવે તો પ્રભુ, જીવનમાં હવે મારે જોઈએ છે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)