છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ
વધુ જ્યાં હું આગળ ને આગળ, આવે એ તો, પાછળ ને પાછળ - છોડે...
દોડું જ્યાં હું તો, દોડે એ તો સાથે, રોકાઉં જ્યાં હું, રોકાયે એ તો સાથે - છોડે...
છુપાઈ જાઉં જ્યાં હું તો, છુપાઈ જાય મુજથી ત્યાં તો, એ તો - છોડે...
કદી બને એ મોટો, કદી બને એ નાનો, રહે પણ એ તો સાથે ને સાથે - છોડે..
ડરી, ભાગું જો આગળ, છોડે ના એ તો મને, આવે એ તો પાછળ ને પાછળ - છોડે...
વળી, કરું જ્યાં એનો સામનો, રહે એ તો ભાગતો આગળ ને આગળ - છોડે...
મધ્યાહને સમાઈ જાય એ મુજમાં, સમાયા વિના નથી એનો તો આરો - છોડે...
રહી દોડતાં ને દોડતાં, હું તો થાકતો, દોડતાં ને દોડતાં કદી ના એ થાકતો - છોડે..
છે એ તો ભૂતકાળના ને યાદના પડછાયા, છે એ તો તારા ને તારા - છોડે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)