1992-01-09
1992-01-09
1992-01-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15609
રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં
રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં
ફરક જગતને, એમાં તો શું પડવાનો છે (2)
રહીશ કરતો, ઇચ્છાઓના ગૂંચવાડા તું ઊભા, રહીશ અટવાતો તું તો એમાં – ફરક…
રાચીશ જો તું અહંમાં કે અભિમાનમાં, રાહ રુંધીશ તારી તું તો જીવનમાં – ફરક…
ખૂટીશ જો તું સમજણમાં, કે રહીશ અજ્ઞાનમાં, પડીશ તો તું નુક્સાનમાં – ફરક…
છોડીશ ના જો તું ખોટા વિચારો, રહીશ ડૂબ્યો કામવાસનામાં, પડીશ પાછો તું જીવનમાં – ફરક…
તણાઈશ તું ઈર્ષ્યા કે ક્રોધના પૂરમાં, બનાવીશ વેરી, સહુને તો જીવનમાં – ફરક…
લાગશે ઠેસ જો ભાવનાઓને તારી, તૂટીશ ત્યાં તો તું ભાવનાઓમાં – ફરક…
જીવન તો છે તારું ને તારું, મેળવીશ કે ગુમાવીશ તું તો જીવનમાં – ફરક…
થઈશ સફળ કે નિષ્ફળ તું તો જીવનમાં, તારી મુક્તિના પ્રયાસોમાં – ફરક…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē tārī bhūlō thakī, kē tārā karmō thakī, jō rahīśa athaḍātō tō tuṁ jīvanamāṁ
pharaka jagatanē, ēmāṁ tō śuṁ paḍavānō chē (2)
rahīśa karatō, icchāōnā gūṁcavāḍā tuṁ ūbhā, rahīśa aṭavātō tuṁ tō ēmāṁ – pharaka…
rācīśa jō tuṁ ahaṁmāṁ kē abhimānamāṁ, rāha ruṁdhīśa tārī tuṁ tō jīvanamāṁ – pharaka…
khūṭīśa jō tuṁ samajaṇamāṁ, kē rahīśa ajñānamāṁ, paḍīśa tō tuṁ nuksānamāṁ – pharaka…
chōḍīśa nā jō tuṁ khōṭā vicārō, rahīśa ḍūbyō kāmavāsanāmāṁ, paḍīśa pāchō tuṁ jīvanamāṁ – pharaka…
taṇāīśa tuṁ īrṣyā kē krōdhanā pūramāṁ, banāvīśa vērī, sahunē tō jīvanamāṁ – pharaka…
lāgaśē ṭhēsa jō bhāvanāōnē tārī, tūṭīśa tyāṁ tō tuṁ bhāvanāōmāṁ – pharaka…
jīvana tō chē tāruṁ nē tāruṁ, mēlavīśa kē gumāvīśa tuṁ tō jīvanamāṁ – pharaka…
thaīśa saphala kē niṣphala tuṁ tō jīvanamāṁ, tārī muktinā prayāsōmāṁ – pharaka…
|